ખેતીને દુનિયાનો શ્રેષ્ઠ વ્યવસાય બનાવવાના લક્ષ્ય સાથે કાર્યરત એગ્રીસાયન્સ નેટવર્કની શરૂઆત વર્ષ 2016માં થયેલી છે. એગ્રીસાયન્સ નેટવર્ક દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થાય એવી તમામ પ્રકારની માહિતી મોબાઇલના માધ્યમથી આપવામાં આવે છે. એગ્રીસાયન્સ મોબાઇલ એપ તેમજ યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામ જેવા સોશ્યલ મીડિયો પ્લેટફોર્મ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો એગ્રીસાયન્સ નેટવર્ક સાથે જોડાઇને ખેતીની માહિતી મેળવી રહ્યા છે.